ખેતર શેઢે કોરું ધાકોડ,
અંતર ઉભરે નિસાસો,
આભ ઉપર કોરું ધાકોડ,
શ્વાસે ઉચ્છવાસે નિસાસો,
તુટી ઝૂંપડી વગડે કોરું ધાકોડ,
ભૂખ્યા પેટે પાણી ઘુટડે નિસાસો,
ખૂટ્યા અન્ન કોટલા કોરાં ધાકોડ,
પશુ પંખી ભૂખ્યા નાખે નિસાસો,
આહમા! ઉપરવાળાને સ્મરી, નીચે કોરું ધાકોડ,
હરી આશ ભરી નજર તારી ફરે તુટે નિસાસો.