મારા રે આંગણે વારંવાર આવજો !
ચણવાને બાજરો ને જાર
ઓ પંખીડાં ! મારા તે....(ટૅક)
મારી રે પરબે પીજો પાણી પ્યારથી !
પૉરો ખાજો રાત દિન ઓ પંખીડાં... મારા ...
મારી વાડીમાં લાગ્યાં છે વનફળ...!
ચીચીયારી કરજો હજાર !
ઓ પંખીડાં... મારા ..
બપોરો કરવા સ્થાન મારું આંગણું !
માળાઓ બાંધજો બે-બાર ઓ પંખીડાં..... મારા ..
મારે તે આંગણે વારે વારે આવજો...
ચણવાને બાજરો ને જાર ઓ પંખીડાં..
- વાત્ત્સલ્ય