સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ? ૧
“ જગતમાં કંઈ પડ્યા જીવ,
“ દુખી કંઈ, ને સુખી કંઈક ! ૨
“ સઉ એવા તણે કાજે
“ ન રોતા પાર કંઈ આવે ! ૩
“ કંઈ એવા તણે કાજે,
“ પિતાજી, રોવું તે શાને ? ૪
“ હું જેવા કંઈ તણે કાજે,
“ પિતાજી રોવું તે શાને ? ૫
“ નહી જોવું ! નહીં રોવું !
“ અફળ આંસું ન ક્યમ લ્હોવું ? ૬
“ ભુલી જઈને જનારાને,
" રહેલું ન નંદવું શાને ? ૭
" સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ? ૮
ગો. મા. ત્રિપાઠી કૃત:- સરસ્વતી ચંદ્ર ભાગ ૨ માથી સાભાર