હોય દીલમાં કાગળ , કલમ , શબ્દોનો પ્રેમ ,
એના વગર ના થવાય એક લેખક એમ !
લોક કાગળને વાળે , તોડે ને અમળાવે ,
લેખક પુજ્યભાવ થકી પ્રેમથી પંપાળે !
લખતાં જો ભુલ થઈ , રબ્બરથી ના ઘસે ,
સફેદ પ્રવાહી થી , કાગળ કદી ના રીસે !
કલમરૂપી દેહ પર ઘા કદી ના કરે ,
નરમ હાથે કલમથી શબ્દોને સરકાવે !
શબ્દો સાથેની મૈત્રી માને એ સંસ્કારી ,
ઊંડા શબ્દોથી એતો રહસ્યો ખોલનારી !
લેખક થવા હોવો જોઈએ વિચારોનો માળો ,
સાથે જોઈએ કાગળ , કલમ , શબ્દોનો તાળો !
આરતી ભાડેશીયા