માં સૂર્ય નો પ્રકાશ છે....
માં પાણી ની પારદર્શકતા છે...
માં નદી નો પ્રવાહ છે.....
માં સવાર છે....સાંજ છે....નિશા છે.....
માં આભ માં ચમકતા તારલાઓ નો પ્રકાશ છે....
માં ચંદ્ર નું તેજ છે....ચાંદની છે...
માં ધરતી છે....આકાશ છે.....
માં વાયુ છે.....અગ્નિ છે.....
માં મેઘધનુષ ના રંગો છે....
માં આકાર છે....માં પ્રકાર છે....
માં પ્રકાશ છે......વિકાસ છે......
માં 12 રાશિઓ છે....અને રાશિફળ પણ છે....
માં શરીર ના સાત ચક્રો છે....
માં પશુ....પક્ષી....અને પ્રાણી રૂપ પણ છે....
માં પક્ષીઓ નો કલરવ છે.....
માં સાગર ના મોજા છે...
માં આદિ છે....માં અનંત છે...
માં વૃક્ષનો છાંયડો છે....અને સંતાનો નો પડછાયો છે....
માં સૂક્ષ્મ છે....માં વિશાળ છે....
માં અણુ માં છે....માં પરમાણુ માં છે....
માં સંતાનો ના શરીર માં વહેતા રક્તબુંદ માં છે..
માં શ્વાસ માં છે.....માં વિશ્વાસ માં છે.....
માં તરસ છે....માં તરસ છીપાવવાનો સંતોષ છે...
માં ફળો ની મીઠાસ છે.....અને કઠોરતા ની કડવાશ પણ છે.....
માં ફૂલો નો બગીચો છે.....અને ફૂલોની સુગંધ પણ છે..
માં સંતાનો ના સંસાર ની માળી છે.....
માં લક્ષમી..સરસ્વતી...અને પાર્વતી છે.....
માં પર્વત ની જેમ વીશાળ છે.....
માં ખીણ ની જેમ ઊંડી પણ છે.....
માં ભૂખ છે.....માં તરસ છે....માં નીંદર છે...માં પ્રહર છે.....
માં સંસાર ની રચનાકાર છે......
માં અત્તર ની સુગંધ છે.....માં પૃથ્વી નો આકાર છે....
માં ચારે વેદ છે....માં પુરાણ છે....
માં ભગવત ગીતા છે...માં ગ્રંથ છે....
માં પ્રેમ છે....હૂંફ છે....સાદગી છે....સાંત્વના છે.....
માં હું અને તું થી પર છે......
માં મહારાણી છે....જલપરી છે....અને અપ્સરા પણ છે.....
માં સર્જક છે....માં સંહારક છે.....
માં શબ્દો નું ગઠબંધ છે....માં નિશબ્દ પણ છે....
માં તારું..મારુ થી પર છે...
માં છે તો સંસાર છે...
માં છે તો હું છું એવુ કહેવાનો અધિકાર છે....
માં પ્રભુ ની પ્રાથના છે....ખુદા ની બંદગી છે.....
માં બે હોઠ ના મિલન વગર ન બોલી શકાય એ શબ્દ છે....
માં ખાલીપા માં છુપાયેલું સર્વસ્વ છે.....
માં ખુશીઓ ની નદીઓ નું ઉદભવ સ્થાન છે...
માં શંખનાદ છે......ઇન્દ્ર નું વજ્ર છે....કૃષ્ણ નું સુદર્શન ચક્ર છે....
માં શિવ નું ત્રિશુલ....અને રામ નું બાણ છે....
માં ગુસ્સા માં શિવ નું ત્રીનેત્ર છે...અને પ્રેમ માં શબરી ના બોર છે....
માં સર્વત્ર..સર્વજ્ઞ...સર્વવ્યાપક...અને સર્વસ્વ છે...
--- રવિશ ઉપાધ્યાય
#વિચારોનીવિચારધારા