Gujarati Quote in Poem by Dave Yogita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને ભૂલવા માટે પણ, ફરી એકવાર યાદ કરી લે,
મને નફરત કરવા માટે,ફરી એકવાર તો પ્રેમ કરી લે.....

મારો હાથ છોડવા માટે પણ,
ફરી એકવાર તો મારો હાથ પકડી લે,
મને નફરત કરવા માટે,
ફરી એક્વાર તો પ્રેમ કરી લે....

મારો સાથ છોડવા માટે પણ,
ફરી એકવાર તો ફરિયાદ કરી લે,
મને નફરત કરવા માટે,
ફરી એકવાર તો પ્રેમ કરી લે...

મારી ઉપેક્ષા કરવા માટે પણ,
ફરી એકવાર તો આંખ ચાર કરી લે,
મને નફરત કરવા માટે,
ફરી એક્વાર તો પ્રેમ કરી લે...

મને છોડી ને જવા માટે પણ,
ફરી એકવાર તો મળી લે,
મને નફરત કરવા માટે,
ફરી એકવાર તો પ્રેમ કરી લે..

મને તડપાવા માટે પણ,
ફરી એકવાર પહેલા જેવું હસી લે,
મને નફરત કરવા માટે,
ફરી એકવાર તો પ્રેમ કરી લે....

અંત માં,
સમજી ગયો છું હું ભૂલ મારી,
એકવાર તો મારી પૂરી વાત સાંભળી લે,
મને નફરત કરવા માટે,
પણ ફરી એકવાર તો પ્રેમ કરી લે.....

યોગી

Gujarati Poem by Dave Yogita : 111811138
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now