Gujarati Quote in Blog by Priten K Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરી એટલે વ્હાલનો દરિયો
અને ચાંદ જેવી શિતળ ચાંદની

પણ *દિકરો એટલે તેજીલો સુરજ - કે જેના વગર બધે અંધારુ છે*
*Must read*

*દિકરૉ એટલે ATM મશીન, જે 24×7, 365 days કામ જ કરતું હોય..*

દીકરી એટલે વ્હાલનો દરિયો તો દિકરો એટલે કાઈ જ નહી ?? કદાચ આપણે દિકરાના બલિદાનને અન્યાય તો નથી કરી રહ્યા ને? કે we are taking them for granted ?

નાનપણથી જ ઘરના દરેક કામ માટે દોડાદોડી કરતો હોય.. લગ્ન પહેલાં પોતાની બધી જ કમાણી માતાપિતાને અર્પણ કરી દેતો હોય. લગ્ન પછી તો બિચારાની હાલત ધોબીના કુતરા જેવી હોય, ના ઘરનો ના ઘાટનો.. મા નુ ધ્યાન રાખે તો માવડિયો, વહુનુ ધ્યાન રાખે તો વહુ ઘેલો.. માને કંઈક કહે તો પપ્પા તુટી પડે, વહુને કાઇક કહે તો domestic violence નૉ ડર.. માતા પિતાનાની કાળજી, પત્નીના મોજશોખ અને છોકરાઓની ચિંતા-બસ બિચારો જવાબદારીઓ ના ભારથી દાબયેલો જ હોય.. Office મા boss ની ગાળો ખાઈને આવ્યો હોય ત્યાં વહુ અને parents ની ફરિયાદો. એક તો ઘરનો ભાર ખેંચવાનો અને બધાના ચાબખા ખાવાના..
વડીલોની બિમારી, છોકરાઓના ભણતર, પત્નીના મોજશોખ, વટ વ્યવહાર સાચવવા અને ઓછુ હોય તો મામેરાની પણ જવાબદારી.. બિચારો છોકરો 😞😞
*ના કોઇને હોય કદર અને ના કોઇને હોય ખબર* અને છતા બધા કહે રાખતો નથી બરાબર..

ક્યારે ક દિકરાની આંખમા ધ્યાનથી જો જો, તુટેલા સપનાઓ, વેદના અને સુકાઈ ગયેલા આંસુ દેખાશે...

#priten 'screation#

Gujarati Blog by Priten K Shah : 111810575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now