"શું!મળ્યું"?
પરહેઝ હતી મને કંઈક મેળવવાની,
ઈચ્છા થી વધારે શું!મળ્યું?
ઉગામ્યું હથિયાર જ્યારે સ્વબચાવ માટે,
પીડાયું થી ઓછું શું!મળ્યું?
ભીડી હતી જિંદગી સાથે બાથ જ્યારે,
મૃત્યુ થી ઓછું શું!મળ્યું?
રાહ પર ચાલતો હતો એક ધારી,
અવળી દીશા બતાવી શું!મળ્યું?
"ધારી"સફળતાઓ પામી જ્યારે મે,
ખાલી વાહ વાહી થી વધારે શું!મળ્યું?
આશાઓ હતી મને કંઈક અપેક્ષાઓ ની,
ખાલી વાતો થી વધારે "સ્વયમભુ" શું!મળ્યું?
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ