વિશ્વ તંબાકુ નિષેધ દિવસે
કોણ સમજે?
અવગણના છોડીએ-જાગ્રત બનીએ.
***************************
પૈસા ખર્ચ કરી, જ્યાં મોત ખરીદાય છે,
તંબાકુના શોખમાં, ત્યાં જીવ ગુમાવાય છે,
બીડી, સિગારેટ, ચલમને હુકાની મહેફિલે,
ધુમ્રસેરની સંગાથે, પર્યાવરણ નંદવાય છે,
ગુટકા નાં રંગબેરંગી ચમકતાં પ્લાસ્ટિક,
બીડી, સિગારેટનાં ઠૂંઠા, ચોતરફ ઊડતાં,
કોણ સમજે? પંચતત્વ બગાડી રહ્યાં છે?
ભવિષ્ય શું? આમ જ જો ચાલતું રહેશે તો?
અવગણના છોડી, સ્વયં સમજ જરુરી સહુની,
જે જીવાડે તે પંચતત્વને સ્વસ્થ રાખવાં સહુએ,
જાગો, તંબાકુ તો કદી પણ નહીં, પ્રણ લેવું આજે,
પહેલું સુખ જાતે નરવાં,ઝંખના પર્યાવરણ સંભાળીએ
ઝંખના અખિલેષ🌸