જાણે અજાણ્યે એક સંબંધ બંધાઈ ગયો.
તાંતણો અદ્રશ્ય છે તોય કેમ ગુંથાય ગયો.
જન્મોજન્મના સાથ હોય એમ વણાઈ ગયો,
ધડી ધડી હ્રદયમાં આવી તું કેમ સંતાઈ ગયો.
ભવભવનો ભરથાર હોય એમ તણાઈ ગયો,
ભૂખ છે મને પ્રેમની છતાં હું તો ગુંથાઈ ગયો.
નજરું લાગી જશે એવો ડર સતાવી ગયો,
અંખડ જીવનમાં રહીશ સમજાવી ગયો.
શમણામાં આવી વહેમ સતાવી ગયો,
ખુલ્લી આંખ, સામે એવો સતાવી ગયો
-ક્રિષ્વી