તું અને હું મળ્યાં છે એમાં કુદરતનો કોઈ રાઝ હશે,
આપણી દોસ્તી જોઈને આખી મેહફીલ નારાજ છે...
તારી અને મારી દોસ્તીનું બંધન જ કંઈક અલગ હશે,
એટલે તો આપણી દોસ્તીનો સંબંધ બધાથી શ્રેષ્ઠ છે...
આ દુનિયામાં ભીડમાં આપણું મળવું કંઈક તો ઋણાનુબંધ હશે,
આપણે દોસ્ત બન્યાં એનાથી ઘણાં ને પ્રોબ્લેમ્સ છે...
જીવન સફરમાં ઘણાં મળ્યા ને ઘણાંએ સાથ છોડી દીધો,
સારું ને ખરાબ જે થયું એમાં પણ આપણી ભલાઈ છે...
કોઈ ખાસના દગાથી આ નાદાન દિલ બદનામ થયું છે...
નારાજ દિલની વાતથી સૌ કોઈ અહીં પરેશાન છે...
નારાજ છે દિલ આપણું એમાં કોને ફરિયાદ કરવા જવાય,
પારકાની વાત જવા દો અહીં તો પોતાના જ દુશ્મન છે...
-Bhargav Jagad