તારી મારી વાત અનોખી
જિંદગી છતાં બંનેની સરખી
હું ઘેલો તો રાધાનો
છતાં વર રુકમયાનો
તડપ તને પણ તડપ મને પણ
હાથ વગુ ક્યાં હોય છે સુખ!?
પ્રિતની આ કસોટીમાં તપતા બે'ય
તું મીરાં કૃષ્ણ મય ને
હું રિસાયેલી રાધા મય
હવે થવું જોઈએ કંઈક એવું
મીરાં ફક્ત કૃષ્ણ મય
-ક્રિષ્વી