એક તું.. એક હું.. એક ઢળતી સાંજ..
આંખોમાં આંખ, હાથોમાં હાથ..
ના કોઈ શબ્દો, ના કોઈ સવાલ..
બસ આંખોથી થતી વાત..
એક દરિયો, એક ચાંદ.. ને આપણાં ધબકાર..
એક તું.. એક હું.. એક ઢળતી સાંજ..
એક આસમાન..ને નિરવ એકાંત..
આછેરો પથરાતો અંધકાર..
એક તું.. એક હું..
ભીની રેત માં પડતી પગલાંની છાપ..
આંખોમાં આંખ..હાથોમાં હાથ..
ને આપણાં ધબકાર..
તું પણ નહીં, હું પણ નહીં..
એકબીજામાં ખોવાતું વ્હાલ..
બસ..એક દરિયો.. એક ચાંદ..
રેત ને મળવા આતુર ઉછળતા મોજાં..
જાણે ઉરમાં ઉભરતું વ્હાલ..
એક તું..એક હું.. એક ઢળતી સાંજ..
આંખોમાં આંખ..હાથોમાં હાથ..
આજ મને જિંદગી મળી, આજ મને હું મળી..
આજ પળ માણી..
એક તું..એક હું..
આંખોમાં આંખ..હાથોમાં હાથ..
-Deepa