ગાવું છે આજે
દિલના ઊંડાણથી, હૃદયના તાર ઝનઝની ઉઠે, ગળું ખોલીને મને, ગાવું છે આજે
રોમ રોમ સળવળી જાય, આત્મા મારો તૃપ્ત થઈ જાય, એવું ગાવું છે આજે
રાગ રાગીણી વગર પણ, સુર જરાયે ન ભટકે, અતિ સુંદર રીતે, ગાવું છે આજે
દિન યઝદ, માં શારદા સરસ્વતી નું સદા મુજ ઉપર વરદાન રહે, એવું ગાવું છે આજે.
ઓ દિલ મારા, ગુરુજી ની અનુપસ્થિમાં પણ એમને યાદ કરી, એમના આશિરવાદ લઈ, મને ગાવું છે આજે.
વિચારે છે "અનાર", બધું ભૂલી વિસરીને, દિલ ખોલીને, કાઈબી કરીને, મને ગાવું છે આજે
Armin Dutia Motashaw