હૈ કૃષ્ણ મને આત્મનિર્ભર રહેવા કરતા,
તારા પર નિર્ભર રહેવું ગમશે,
હૈ કૃષ્ણ મને અન્ય પર વિશ્વાસ કરવા કરતાં તારા પર વિશ્વાસ રાખવું ગમશે...
હૈ કૃષ્ણ આજે પણ તમે જ છો અને આવતી કાલે પણ તમે જ હશો,
હૈ કૃષ્ણ મારાં દિલની લાગણી અને શ્રદ્ધારૂપી શક્તિ પણ તમે છો....
હૈ કૃષ્ણ મારી જિંદગીનો તારણહાર ને પાલનહાર પણ તમે જ છો,
હૈ કૃષ્ણ મારો સર્જનહાર તમે છો અને જીવન નો આધાર પણ તમે જ છો....
હૈ કૃષ્ણ મારી હરેક એક ધડકનમાં તમારું નામ છે,
હૈ કૃષ્ણ મારા દિલ દિમાગમાં ગુંજતુ તમારું ધામ છે...
હૈ કૃષ્ણ મારી દરેક વાતમાં તમારું જ સ્મરણ છે,
હૈ કૃષ્ણ મારી સવાર અને સાંજમાં તમારું જ ધ્યાન છે...
હૈ કૃષ્ણ આ બધું તો તારું જ આપેલું છે એમાંથી તને શું આપું?
હૈ કૃષ્ણ મારો કર્મ પણ તમે છો અને મારો ધર્મ પણ તમે જ છો....
-Bhargav Jagad