વાંકગુનાઓ માફ કરીને શરણે લ્યો હવે શ્રીહરિ.
આશા મેં તમારી ધરીને શરણે લ્યો હવે શ્રીહરિ.
કેટકેટલું ભટક્યો છું હું ભવજંજાળે તમને ભૂલી,
કસોટી થઈ કેવી આંકરીને શરણે લ્યો હવે શ્રીહરિ.
માયાવશ થઈ ન કરવાનું કેવુંકેવું હરિવર કરી બેઠો,
વિનંતિ વિઠ્ઠલ છે ફરીફરીને શરણે લ્યો હવે શ્રીહરિ.
ભૂલ્યો તમને ભગવંત માયાપાશે બંધાઈ જઈ હરિ,
વખત આવ્યો ખરાખરીને શરણે લ્યો હવે શ્રીહરિ.
કરું એકરાર ભૂલોનો પશ્ચાતાપ છે ઉરદાહનો કેવો!
નયને અશ્રુઓને ભરીભરીને શરણે લ્યો હવે શ્રીહરિ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.