હરપળ હરિનો મારે હોંકારો
નિશદિન એના મારે વિચારો.
અંતરયામી એ અવઢરદાની,
ભક્ત તણા ભયહારી(2)
સાંભળી સાદ દોડી આવે
અહર્નિશ એનો પનારો....હરપળ
ભૂલીને દોષો ભલા થનારા,
નવનીત સમ ઉર ધારી (2)
એના જેવા ના કોઈ બીજા,
શોધ્યે ના મળતા હજારો....હરપળ
તારે શરણે આવ્યો હરિવર,
વારંવાર સંભારી તને (2)
લાજ રાખજે અંતર્યામી
જીવનનાવ કિનારો...હરપળ
જગઝંઝાળ સાવ ભૂલીને,
કરું છું તુજને પોકારો વાલા (2)
હાથ ઝાલીને હેત દેખાડજે
ભવજળ પાર ઊતારો....હરપળ
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.