હૈયે હેતને ભરીને હરિ આવ્યો તારે દ્વારે.
આશ તારી ધરીને હરિ આવ્યો તારે દ્વારે.
નવનીત સમું થયું ઉર સ્મરણ કરતાં તારું,
વાત કરું છું ખરીને હરિ આવ્યો તારે દ્વારે.
જન્મોજન્મનો સાથી તું કેમ તને હું વિસારું,
મારાં નૈને નીર ભરીને હરિ આવ્યો તારે દ્વારે.
અગણિત અપરાધ અવિનાશી છે અકબંધ,
પ્રાયાશ્ચિત કરી કરીને હરિ આવ્યો તારે દ્વારે.
અપનાવજે અબ્ધિવાસી આશા એક અમર,
કરી કબૂલાત ફરીફરીને હરિ આવ્યો તારે દ્વારે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.