સુંદર રચના..❗🙏🙏🙏🙏
આજે હું મારી મુલાકાતે નીકળી
મારી અંદર ચાલતાં વિચારોને કળી..❗
મારો ભેટો થયો મારી અંદર રહેતા
અહમ્ સાથે
મેં જોયું કે થોડાં સવાલોમાં તેા
તે હતો ન હતો થઈ ગયો ..❗
મારી યાત્રા આગળ ચાલી
ને મને મારી લાગણી મળી ગઈ!
ખૂબ નાજુક હતી એ
થોડા્ પ્રશ્નો કર્યા ને એ તુટી પડી ..❗
આગળ જતાં મને
મારો ક્રોધ મળ્યો,
એની સાથે મને ન ગમ્યું,
હું આગળ ચાલી ..❗
એટલામાં તો મને ઈર્શ્યા મળી
એની સામે પણ જોયા વગર
હું આગળ ચાલતી રહી ..❗
આખરે મને દિલમાં સંતાયેલા
પ્રેમની મુલાકાત થઈ
એની સાથે વાતો કરવાની
ખૂબ મઝા પડી ..❗
પછી તો ભક્તિ અને શ્રધ્ધા મળ્યા
તેઓને મળીને સંતોષ અને શાંતિનો અહેસાસ થયો ..❗
બસ,
યાત્રા પૂરી થવા પર જ હતી ને
મારી મુલાકાત મારા અંતરાત્મા સાથે થઈ ...❗❗❗
બસ,
તેને મળીને મારી સાથેની મારી મુલાકાત પૂરી થઈ ..❗❗
જાણે અેક અલૌકિક આનંદની અનુભૂતિ થઈ ..❗❗❗