એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..
એક પુત્રી, ગુરુ, માતા, બહેન ,પત્ની,
આ સંબંધો માં પોતાને શોધતી રહી..
એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..
પળ પળ સુખ આપી ને,
અંદર થી દુઃખ સહેતી રહી..
શબ્દો નથી તુજ માટે ,
પાનું આ કોરું રહી ગયું..
એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..
ખુશીઓની જેમ મલકાતી,
સાથ તું છોડી જતી રહી..
સમય વહી જશે પણ,
યાદો તારી હંમેશ રહેશે..
હે માં..
એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..
આશિત ધોળકિયા " આશ "