Quotes by AsHit Shaileshbhai Dholakia in Bitesapp read free

AsHit Shaileshbhai Dholakia

AsHit Shaileshbhai Dholakia

@dholakia6gmailcom
(3.6k)

“ મિત્રતા “

મિત્ર વગર જીવન સકય નથી, જીવન વગર દુનિયા સકય નથી..

દુનિયા વગર હે ; ઈશ્વર, તારું અસ્તિત્વ સકય નથી,

તારા અસ્તિત્વ વગર હે: ઈશ્વર, મિત્ર હોવો સકય નથી ..

આશિત ધોળકિયા “ આશ “

Read More

એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..

એક પુત્રી, ગુરુ, માતા, બહેન ,પત્ની,
આ સંબંધો માં પોતાને શોધતી રહી..

એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..

પળ પળ સુખ આપી ને,
અંદર થી દુઃખ સહેતી રહી..

શબ્દો નથી તુજ માટે ,
પાનું આ કોરું રહી ગયું..

એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..

ખુશીઓની જેમ મલકાતી,
સાથ તું છોડી જતી રહી..

સમય વહી જશે પણ,
યાદો તારી હંમેશ રહેશે..

હે માં..

એક જિંદગી ઓછી પડે,
જો તારા વિશે કહેવા બેસું..

આશિત ધોળકિયા " આશ "

Read More

એક સાંજ મારી અધૂરી રહે ,
હસી ની ખીલખીલાટ તારી જો કાને ન પડે..

એક સાંજ મારી અધૂરી રહે ,
તારું હેત ભર્યું વહાલ જો ન મળે.

એક સાંજ મારી અધૂરી રહે ,
મીઠો ઠપકો તારો જો ન મળે..

એક સાંજ મારી અધૂરી રહે ,
જો તારી હૂંફ અમને ન મળે..

એક સાંજ મારી અધૂરી રહે ,
" માં " તારા આશીર્વાદ વગર..

Read More

એ " રવિ " તને શું કહેવું ,

નવા જીવન ની સવાર લઈ ,
સમણી સાંજ બની ,
સપનાઓ મા અસ્ત થઈ જા..

એ " રવિ " તને શું કહેવું ,

નવી આશા ની કિરણો બની,
જીવન સંધ્યા મા ભળી,
ચાંદની બની અસ્ત થઈ જા ..

આશિત ધોળકિયા " આશ "
ભુજ કચ્છ

Read More

કોઈ નો વિશ્વાસ જીતવા કરતા અવિશ્વાસ જીતજો !

કેમ ??

કારણ વિશ્વાસ ને જીતવાની જરૂર ન હોય , અવિશ્વાસ ને જ જીતી ને વિશ્વાસ લેવાની જરૂર હોય.

આશિત ધોળકિયા " આશ "

Read More

જો કોપી પેસ્ટ જ કરવું હોય ને તો,
દુઃખ ને કોપી કરી ને સુખ ને પેસ્ટ કરજો ..

જો ડીલીટ જ કરવું હોય ને ,
તો કડવાશ ડીલીટ કરજો ..

જો સંગ્રહ જ કરવું હોય ને તો ,
મીઠી યાદો નો સંગ્રહ કરજો ..

જો મોકલવું જ હોય ને તો ,
અંતર ની લાગણીઓ મોકલજો ..

જો કંઈક બનવું હોય ને તો ,
પહેલા ખરા અર્થ મા સંતાન બનજો ..

આશિત ધોળકિયા " આશ "

Read More

રહી જાય છે વાતો, બહુ કહેવી મારે ,
સમય નથી મળતો પરંતુ,

રહી જાય છે અધુરી, રચનાઓ મારી,
વિચાર નથી મળતો પરંતુ,

વહી જાય છે શબ્દો, બની લાગણીઓ મારી,
કલમ નથી મળતી પરંતુ,

ખુદ ને ખુદ મા શોધતો હું,
મારગ નથી મળતો પરંતુ,

સાકાર કરવા સપનાઓ દરેક ના
મારી " આશ " નથી મળતી પરંતુ ,

આશિત ધોળકિયા " આશ "

Read More