એક સાંજ મારી અધૂરી રહે ,
હસી ની ખીલખીલાટ તારી જો કાને ન પડે..
એક સાંજ મારી અધૂરી રહે ,
તારું હેત ભર્યું વહાલ જો ન મળે.
એક સાંજ મારી અધૂરી રહે ,
મીઠો ઠપકો તારો જો ન મળે..
એક સાંજ મારી અધૂરી રહે ,
જો તારી હૂંફ અમને ન મળે..
એક સાંજ મારી અધૂરી રહે ,
" માં " તારા આશીર્વાદ વગર..