મને તારો સાથ ગમે છે,
તારી સાથે ની મીઠી યાદ ગમે છે!
તું રિસાઈ ને હું તને મનાવું એ પણ મને ગમે છે,
બે ફિકર ના છું! ના રહીશ હું,
તારી દરેક વાત મને ગમે છે,
મને તારો સાથ ગમે છે..!
રોજે રોજ ભલે હોય આપણી વચ્ચે તકરાર,
કાયમ તારી ગુસા ભરી નઝર મને ગમે છે,
મને તારો સાથ ગમે છે..!
શું ના હોય શકે આપણી વચ્ચે એ ના વીચાર તું,
શું શું છે હાલ આપણી વચ્ચે એ વીચાર તું,
તારા વિચારો થી કરેલા બધા કામ મને ગમે છે,
મને તારો સાથ ગમે છે..!
તું એક સપનું મારૂ કાયમ સપના માં છો,
તું હર હમેશ મારા પ્રેમ ના બંધન માં છો,
તારૂ સપના રૂપી બંધન કાયમ મને ગમે છે,
મને તારો સાથ ગમે છે..!
તું ફુલ છો જીવન ના બાગ નું "સ્વયમભુ"મારૂ!
એ ફુલ ઉપર ભમરો બની મંડરાવું મને ગમે છે,
મને તારો સાથ ગમે છે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ