તારા સંગ જેવો હવે બિજો સંગ થાય ના;
તારા પ્રેમના રંગ જેવો બિજો રંગ થાય ના;
ગાલ ગુલાબી અને છે ઘઉંવર્ણ તારો ચહેરો,
પણ આ લાલ હોઠ જેવા કોઇ અંગ થાય ના;
હા, ચડ્યો છે મને પ્રેમનો કસુંબલ રંગ છતાં,
તારા વિશે મારાથી કોઇ પણ વ્યંગ થાય ના;
તું બની મેનકા આજ હું છું વિશ્વામિત્ર પ્રિયે,
તારા પ્રેમ સિવાય આ તપસ્યા ભંગ થાય ના;
આજ ઊઠી છે પ્રેમ તરંગ મારા દિલમાં જોને,
તારા દિલના તટ વિના મુક્કમલ તરંગ થાય ના;
હા, મને પ્રેમ છે બસ એક તારાથી કબુલ "વ્યોમ"
હવે દિલ અને દિમાગ વચ્ચે કોઇ જંગ થાય ના;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ),