શિર્ષક - "આડી ઊભી લકીર"
લકીર ખેંચી છે ઈશ્વરે બે - ચાર ઊભી ને આડી;
એને કિસ્મત સમજી દુનિયા થઈ ગઈ સાવ ગાંડી;
હાથમાં છે લકીર ને હાથથી જ થાય છે પરિશ્રમ,
એમ ને એમ તો કોઈનેય ક્યાં મળે છે એક કાંડી?
બસ ભાગ્યના સહારે બેસી રહે છે કરી આળસ,
દી' રાત એણે તો પછી બસ કિસ્મતને જ ભાંડી;
ભાગ્ય અને શ્રમનો સાથ જેમને મળે એક સાથે,
આગળ વધતાં એમને ના રોકી શકે કોઇ આંધી;
શ્રમ ને હોંસલાની ઉડાને પામી લે છે એ "વ્યોમ"
ભલેને પછી એ પંખીની એકાદ પાંખ હોય બાંડી;
આ કવનમાં લખાયો છે જીવન જીવવાનો સાર,
કહે "વ્યોમ" સાંભળ જો મારી વાત કાન માંડી;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)