ખાટું ખાધું,મીઠું ખાધું,તીખું ખાધું.
હવે તો થોડું કડવું ખા !
બર્ગર ખાધું,પીઝા સાથે માઝા પીધું !
હવે તો થોડું લીંબુ પી !
પાણી પુરી,રગડા પેટીસ,દાબેલી,ખમણ !
હવે તો તાજી તાજી છાસું પી.
સેવ,મમરા,વેફર,ટમટમ ગાંઠિયા તીખા!
હવે તો ગામડાનું ચોખ્ખું જમણ ખા.
ચા પીધી,સરબત પીધું,પીધું પોટલી દારૂ !
હવે તો ખારું ઓસડિયું ખા !
હોટેલમાં રહી હોટલનું ખાધું,પાન ખાધું !
હવે તો ઘરનું શુદ્ધ પાણી પી !
પ્લેગ આવ્યો,સ્વાઈન ફલૂ,આવ્યો ભયંકર ડેન્ગ્યુ !
કોરોનાના આ કાળમાં હવેતો લીમડો કે ગળો પી.
માસ્ક બાંધ મોઢે-નાકે,રખડવાનું ઓછું કર !
'વાત્સલ્ય'થી સુખે સંસારમાં રહીને જીવ!
🌺🙏🌺
- વાત્ત્સલ્ય
-वात्सल्य