"બલતરુ વાવવું છે"
🌹🌹🌹🌹🌹🌹
મારે બલતરુ વાવવું છે.
ભલે નાનું હોય કે મોટું.. મારે..
ભલે સસ્તું મળે કે મોંઘુ,
ભલે ઊંચું હોય કે નીચું.. મારે..
ભલે ફૂલ આપે ના આપે,
ભલે છાંય આપે ના આપે.. મારે..
ભલે ફળ ખાવા મળે ના મળે,
ડાળે લટકી રમવા મળે ના મળે..મારે..
ભલે મને વખાણે ના વખાણે,
ભલે છાપે નામ ચડે ના ચડે.. મારે.
'વાત્સલ્ય'થી વાવી હું ઉછેરીશ!
ટીપે ટીપે પાણી પ્રેમનું પાઈશ.. મારે..
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)