Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ 45+ ડિગ્રી ગરમી ચાલે છે.ગરમી સહન કરી આપણને વૃક્ષ શોભા,ફળ, છાંયડો,ઓક્સિજન,દવા,ખાતર,લાકડું,ભાજી,પાન,ગુંદર વગેરે જેવા પ્રવાહી,ઘન પદાર્થ,વાયુ જેવા અનેક ઉપયોગી તત્વો તડકો,ઠંડી,ભારે પવન,ભારે વરસાદ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આપણને આપે છે.
"જે દિવસ આ ઉપકાર માણસ વિચારશે તે દિવસ ઝાડ પર કુહાડો નહીં ફેરવે"
મારા પોતાના ઘેર હાલ 14વરસથી માંડી નાની ઉંમરનાં ઝાડ છે.તેની સાર સંભાળ લઉં છું. મને ગમે પણ છે.
હું પોતે મારે ઘેર વરસાદનું પીવા માટે પાણી 50000 લીટર સ્ટોર કરી રાખું છું.તેમાંથી ફોટા માં બતાવ્યા પ્રમાણે નકામી બોટલોને નીચે કાણું પાડી નાના છોડને આ રીતે ટીપે ટીપે વરસાદનું મીઠું પાણી આપું છું.
મેં અત્યાર સુધી વિવિધ જગ્યાએ 2000+ ઝાડ ઉછેરેલાં છે.
આપ પણ સ્વયંમ સમય કાઢી એક ઝાડ કે વધુ ઝાડ ઉછેરી પર્યાવરણ બચાવવા પ્રયત્ન કરજો.
આભાર..
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)
(HNGU સામે પાટણ સિટી...પાટણ જી. પાટણ )
તા.25/04/2022 : સોમવાર

Gujarati Motivational by वात्सल्य : 111801292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now