કલાકોની રાહ ને પળ બે પળની મુલાકાત,
એવી રહી કે યાદ કરી તને મેં આખી રાત.
યાદ એ વસી ગઈ જે થઈ હતી મુલાકાત,
ઝળહળતી આંખ ને યાદ રહી આખી રાત.
શરબત અને સાથે હતી શરારતી મુલાકાત,
ખાટીમીઠી વાત થઈ, યાદ આવી આખી રાત.
મીઠાશ એના હોઠને મળી કરી મારી મુલાકાત,
સ્પર્શવા તડપ્યા હતા હોઠ, યાદ આખી રાત.
હું તું ને આપણી દુનિયામાં હતી આ મુલાકાત,
આલિંગનમાં ઊંઘવું ધબકાર, તારા આખી રાત.
-ધબકાર