હું અને મારા અહેસાસ
જઈ રહ્યો છે તારા આશિકનો જનાજો અહીંથી,
થઈ ગયો છે ગામમાં સૌનો પરાયો અહીંથી.
શોધું ચારેબાજુ એને ના મળે એ ક્યાંય
પણ,
જઈ વસ્યો છે દૂર બદલ્યો છે ઉતારો
અહીંથી.
નીકળી ગઈ નાવ દરિયામાં ઘણી આગળ હવે,
તેથી દેખાતો નથી આજે કિનારો અહીંથી.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ