અજીબ આ દુનિયા છે,
ને ડરામણી છે પ્રજાતો!
ખેલ કોઈ કરે,
ને ભોગવે કોઈ સીધો સાધો!
વાતે વાતે બાધે,
ને પડ્યા પર મારે પાટો!
ખાલી ખોટી ખેંચે,
ને બીજા ને મારે લાતો!
કોઇની પરોજણ માં કોઈ પડે;
ને એક બીજા ની સામે ઉગામે હાથો!
સામા સામા લડે જગડે,
ને કોઇની ફોડી નાખે આંખો!
હાથ ના કર્યા હૈયે મારે,
ને પોતાની"સ્વયમભુ"કાપી નાખે પાંખો!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ