Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💧💦💧💦💧💦💧💦💧💦💧

*આટલું તો આવડવું જ જોઈએ*

*જીવન જીવતા આવડવું જોઈએ* ..
*સંબંધો સીવતા આવડવું જોઈએ*...

*અમૃત નહિ મળે રોજ બરોજ*...
*ઝેર પીતા પણ આવડવું જોઈએ* ..

*વાત વાત માં રૂઠવું સારું નહિ* ...
*સહન કરતા પણ આવડવું જોઈએ* ....

*અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય* ...
*થોડું નમતા પણ આવડવું જોઈએ* ...

*બધું કઈ પચી નહિ શકે* ...
*થોડું વહેંચતા પણ આવડવું જોઈએ* ...

*બેઠાડું જિંદગી શ્રાપ છે* ....
*થોડું નાચતા પણ આવડવું જોઈએ* ...

*ચોપડીઓ અચૂક વાંચો* ...
*ચેહરા વાંચતા પણ આવડવું જોઈએ* ...

*અબોલા ક્યારેય નહિ લેતા* ...
*મન મોટું રાખતા પણ આવડવું જોઈએ* ..

*સોગિયું મોઢું કોને ગમે*...
*ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ....*

*શુભ સવાર*
💧💦💧💦💧💦💧💦💧💦💧

Gujarati Blog by Minal Gosalia Shah : 111798220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now