ઉગે છે રવિ શીતળ ,
જીવનદાયી ,
પૂર્વ ક્ષિતિજે પરોઢમાં
અને આથમે છે પશ્ચિમે
સલોણી સંધ્યાના સંગમાં ,
દિનભર દુર્ગમ નભયાત્રા કરી
આનંદમાં.
અવતરે છે વારિ પ્રવાહ વિવિધ ,
ઉચ્ચ ડુંગર ટોચથી ,
પૂર્ણ પ્રવેગથી ,
અને ,
થઈ સમ્મિલિત ,
ધરી એકરૂપ ,
સરિતા બની ,
જાય છે વહી
અનવરત ,
મિલન સુભગ કાજે
સ્નેહ ભાવી સાગર આશ્લેષમાં ,
સુદીર્ઘ સફર કરી .
સૃષ્ટિ સર્જનહાર થકી
સર્જિત પદાર્થ ,
ચૈતન્યવંત , અને અન્ય સર્વ ,
બજાવે છે નિજ ફરજ ,
નિજ કર્મ ,
પરમપિતાદત્ત ,
શિસ્ત બદ્ધતા થકી ,
કાલાનુક્રમે ,
નિયમિતતાથી .
અને એમ જ
રહે છે કાર્યરત વિશ્વ ચક્ર
સકલ ,
સુરીતિથી .
- રંતિદેવ વિ. ત્રિવેદી ' રવિ '
૦૬ - ૦૪ - ૨૦૨