અલગ અલગ વિચારોમાં ભમાવે છે આ વિચલિત મન,
નહીં કરવાનાં કામ પણ કરાવે છે આ વિચલિત મન....
સારી ને ખરાબ યાદોનો સંગ્રહ કરતું હોય છે આ મન,
કયારેક હસાવે છે ને કયારેક રડાવે છે આ વિચલિત મન.....
આ મનની વ્યથા કોને કહું એ વિચારના ચકરાવે ચડી જાય,
એકલા એકલા બધું જ સહન કરાવે છે આ વિચલિત મન....
કયારેક થાકી જવાય છે કોઈ એકની મેસેજની રાહ જોતાં જોતાં,
ખરાબ શબ્દો, ખરાબ વર્તનની યાદ અપાવે છે આ વિચલિત મન.....
આંખોમાં આંસુ આવી જાય છે વધારે પડતું વિચારવામાં,
કયારેક ગાઢ સંબંધોમાં પણ દરાર પડાવે છે આ વિચલિત મન...
કયારે આ ચંચળ મનને કાબુમાં રાખી શકાતું નથી,
કયારેક આપણને ઘણી ભૂલો કરાવે છે આ વિચલિત મન....
-Bhargav Jagad