હૈ કૃષ્ણ ધારું તો ઘણી ગોપીયો મારી થઈ શકે,
પણ મારે તો મારી રિસાયેલી રાધા જ જોવે છે...
હૈ કૃષ્ણ આ કળિયુગમાં હવે કેવું કેવું જોવું પડે છે,
તારી જ ગાયો ને રાખવા હવે લાઇન્સ લેવું પડશે....
હૈ કૃષ્ણ તમારી જેમ મિત્રો તો ઘણાં બનાવી શકું,
પણ તારી જેવી નિસ્વાર્થ દોસ્તી કોઈ નિભાવતું નથી...
હૈ કૃષ્ણ હવે કોઈની મદદ કરતાં પહેલાં વિચાર કરવો પડે છે,
તારી બનાવેલી દુનિયામાં બધાં જ મતલબી થઈ ગયાં છે....
હૈ કૃષ્ણ તારી જેમ અર્જુનનો સારથિ તો નહીં શકાય,
કારણ કે બધાંને ધન દોલતમાં રસ છે વાતો સ્વીકારમા નહીં....
હૈ કૃષ્ણ વિચારું તો પણ તારા જેવું તો કામ નહીં જ કરી શકું,
મારે તો બસ દાસ બનીને તારી ભક્તિ કરવી છે....
-Bhargav Jagad