કોઈની પાસે વાતો કરવાનો પણ સમય નથી આજે
કોઈની પાસે વાતો સાંભળવાનો પણ સમય નથી આજે
કોઈની પાસે બેસવાનો પણ સમય નથી આજે
આ તે કેવો સમય છે જે કોઈની પાસે નથી આજે
મનની વાતો કરવાનો પણ સમય નથી આજે
મનની વાતો સાંભળવાનો પણ સમય નથી આજે
વાતો મનમાં ને મનમાં સંઘરીને રાખવી પડે છે આજે
કેમકે કોઈ ની પાસે સમય જ નથી આજે
એટલે જ તો બીપી અને હાર્ટ એટેક જેવા રોગો વધી ગયા છે આજે
માનવી કોઈ પાસે પોતાના મન ને હળવું પણ નથી કરી શકતો આજે
એટલે જ તો મન ભારે થઈ બેસી જાય છે આજે
આ તે કેવો કળજુગ આવ્યો છેઆજે
કોઈની પાસે સમય જ નથીઆજે
સંચવાય છે સંબંધો બધા આજે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં આજે
રૂબરૂ મળવાનો પણ કોઈની પાસે સમય જ નથી આજે
વાતો થાય છે વહાર્ટસપપ થી રૂબરૂ વાતો કરવાનો પણ સમય જ નથી આજે
સંબંધો પણ નિભાવી નથી શકતો માનવી આજે
કેમકે સંબંધો નિભાવવા કરતાં જીવન જીવવું અઘરું થઈ ગયું છેઆજે
મોંઘવારીની માયા જાળ માં ફસાઈ ગયો છે માનવીઆજે
હવે જીવનનિર્વાહ કરવો પણ મુશ્કેલ પણ થઈ ગયો છે આજે
ત્યાં મળવા કે વાતો કરવાનો સમય પણ ક્યાંથી કાઢી શકે આ માનવી આજે
ઘણીવાર મળવાની ઈચ્છા હોવા છતાં પણ ફોન પર વાત કરી લેવી પડે છેઆજે
નોકરી-ધંધા ને પહેલા સાચવવા પડે છે આજે
સંબંધોમાં બાંધછોડ પણ કરવી પડે છે આજે
આજની પરિસ્થિતિમાં મળતા રહેવું પણ ક્યાં શક્ય છે આજે
સમય સમયની વાત છે પહેલા સમય હતો હવે એ સમય જ નથી આજે
શું કરે માનવી પણ હવે આજે
બસ જીવન પૂરું કરવા જીવે છે આજે
જીવન જીવવાનો આનંદ પણ ક્યાં લેવાય છે આજે
બસ જીવન જીવવા માટે જ જીવે છે આજે
કેમ કે માનવી પાસે પોતાના માટે પણ જીવન જીવવાનો પણ સમય નથી આજે
બસ જીવન જાણે સમય ની સીમા એ પહોંચી પૂર્ણ થઈ જાય છે એ માટે જ જીવન જીવે છે આજે
શું પોતાના માટે પણ જીવન જીવવાનો સમય નથી આજે
આ તે કેવો સમય છે કોઈ ની પાસે નથી આજે
હેતલ. જોષી... રાજકોટ