એમને પામવાની ક્યારે કોઇ હસરત નથી કરી;
અર્થ એનો એ નથી કે મેં મહોબ્બત નથી કરી;
મેં જો કર્યો પ્રેમ એમને તો એય પણ કરે મને,
એવી પરવરદિગારને કોઇ ઇબાદત નથી કરી;
હા, જોયો છે કાયમ પ્રેમ મેં એમની આંખોમાં,
છતાં એકરાર કરવાની મેં હિંમાયત નથી કરી;
લખું શાયરી, લખું ગઝલ કે લખું કોઇ કવિતા,
વાત અલગ છે એના નામની દસ્તખત નથી કરી;
તારા સુધી પહોંચી શકાય તોય બસ છે ઈશ્વર,
બાકી જગતથી "વ્યોમ"એ શિકાયત નથી કરી;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર.