શબ્દો પણ મારા, વિરામ લઈ રહ્યાં છે,
લાગણીસભર છેલ્લી વાત કહી રહ્યાં છે.
જેણે મને જીવંત રાખવા પોતાને હોમ્યું,
એવા વ્યક્તિત્વને સાચવવા જઈ રહ્યાં છે.
ખુશી, ઇચ્છાઓ મને સમર્પિત કરી જેણે,
શ્વાસ પુરવા એ ઈશને થનગની રહ્યાં છે.
બધુંજ તારું પણ તારું ને મારું પણ તારું,
કહેનાર એને મારો ધબકાર બનાવી રહ્યાં છે.
તું છે તો છે કલરવ, નહીં તો સુનકાર મારામાં,
હું તું છીએ વિશ્વ, વિચારી શ્વાસ ભરી રહ્યાં છે.
-ધબકાર