ગાલગાગા ગાલગાગા ગાલગાગા
વાત જીવનની બધા સૌ લેજો જાણી
વૃક્ષ વાવો લાવશે વાદળને તાણી.
ધરતી પર સૌ જીવમાં થાશે ખુશાલી,
મળશે જ્યાં ભરપૂર મીઠું અમૃત પાણી.
છે ઘણું અણમોલ પાણી સાચવોને ,
એના દ્વારા ખેતરોમાં થાશે લ્હાણી.
ખીલશે વન ને નદીઓ વહેશે પુષ્કળ,
ત્યારે સમજો જિંદગીમાં છે ઉજાણી.
ચેતવે કુદરત બચાવો પાણી નહીં તો,
મળશે પાણી મોઘું સાચી પડશે વાણી.
અંકિત ઢોડીયા(હાસ્ય)
🙏