જિંદગીના રંગમંચની કઠપૂતળી થઈ સહુ આવે છે;
ઉપર વાળાના હાથે દોર મન કરે એમ એ નચાવે છે;
અલગ છે દરેકની કથા ને અલગ છે દરેકની પટકથા,
હર એક પોતાના ભાગે આવેલ કિરદાર નિભાવે છે;
કોઇ બન્યા નાયક તો કોઇ બની ગયા વિલન અહીં,
કોઇ કોઇ તો અહીં જોકર બનીને દરેકને હસાવે છે;
નિભાવવાનો છે પોતાનો કિરદાર પૂરી ઈમાનદારીથી,
કોને ખબર ક્યારે પડદો ઊઠે ને ક્યારે પડદો પડાવે છે;
જિંદગીના રંગમચ પર જીવન નાટક ખત્મ થાય ત્યારે,
એ જોવાનું "વ્યોમ" કે પાત્રને કોણ, કેટલું બિરદાવે છે;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર