જીવન મળ્યું છે અનમોલ એમાં શાંતિથી રહેતા શીખો,
દરરોજ જિંદગીનો નવો દિવસ છે સમજીને ચાલતા શીખો,
જે થઈ ગયું એમાં દોષ કોનો એ ખબર નથી,
યાદ કરીને શું થવાનો ફાયદો થોડું ભૂલતા શીખો...
માફી માગી લેવાથી બધું પહેલાં જેવું નથી થવાનું,
ફરી આવી ભૂલ નહીં થાય એવી સાવચેતી રાખતા શીખો....
બનવું હશે તો જીવનની કોઈ પણ પળ ઐતિહાસિક થશે,
બધું વિચારવા કરતાં જે છે એને થોડું સમજતા શીખો....
કોઈ પણ વાતને પકડીને બેસી રહેશું દુખી તો આપણે થશુ,
ફરિયાદ કરવા કરતાં જે મળ્યું એને જ માણતાં શીખો.....
ગમે એવો હશે ઈતિહાસ છતાં બદલી શકવા નથી,
ઐતિહાસિક પળને જાણવા કરતાં સ્વીકાર કરતાં શીખો....
-Bhargav Jagad