હું કંઈ નથી જાણતો છતાંય લખાય જાય છે,
કૃષ્ણ અહીં જ છે એ વાતનો આભાસ થાય છે...
અહીં કયાં બધું મારા મનમરજીનું થાય છે,
કૃષ્ણની મરજી પ્રમાણે જ જીવન જીવાય છે...
હું કંઈ નથી બોલવા માગતો છતાંય બોલાય જાય છે,
કૃષ્ણની કૃપાથી આ મતલબી દુનિયામાં રહેવાય છે....
અહીં કયાં કોઈ સાથે પોતાની મરજીથી સંબંધ જોડાય છે,
આપણને કોણ કયાં મળશે એ બધું કૃષ્ણે નક્કી કરેલું હોય છે.....
હું કંઈ નથી સમજતો માગતો પણ બધાં ઘણું સમજાવી જાય છે,
કૃષ્ણ તું મારો આધાર ને તું મારો સલાહકાર બની જાણે છે....
અહીં ક્યાં કોઈનું પણ અસ્તિત્વ કાયમી જીવંત રહે છે,
કણ-કણમાં કૃષ્ણ વસે છે એટલે તો કણ-કણ માં કૃષ્ણનો પોકાર સંભળાય છે.
-Bhargav Jagad