મને તો સ્વાદિષ્ટ લાગે છે મારી કવિતાનું ભાણું,
એમાં જો પિરસાઈ મારા શબ્દોનું અનોખું ખાણું..
મને તો આકર્ષિત લાગે છે મારી કવિતાનું ઝરણું,
એમાં જો સમાઈ મારા જીવનનું અદ્ભુત સંભારણું....
મને તો રંગીન લાગે છે દોસ્ત કવિતામાંના તારા શબ્દો,
એમાં જો પિરસાઈ દોસ્ત તારા અને મારા શબ્દો....
મને તો સુંદર લાગે છે મારી કવિતામાંના ભાવો,
એમાં જો છલકાઈ મારા મનના અનકહ્યા તરંગો....
મને તો પોતીકા લાગે છે કવિતાના શબ્દોના અર્થ,
એમાં જો ઉમેરાઈ મારા દિલના બધાં દર્દ....
મને તો ધારદાર લાગે છે મારી કવિતામાં હર એક શબ્દો,
એમાં જો ખોવાઈ મારા અસ્તિત્વના અદ્ભુત ક્ષણો....
-Bhargav Jagad