Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમેં એકવાર પાટણ
****----****
તમેં એકવાર પાટણ આવજો રે સાજણ જી !
તમેં મનમાંને મનમાં મુંઝાતા ના સાજણ જી !
તમેં રાણીની વાવ નિરખજો રે સાજણ જી.
સેલ્ફીની મજા તમેં લૂંટજો રે સાજણ જી !
વીર 'માયા'ને માથું નમાવજો રે સાજણ જી !
ચાલીને દર્શન કરજો સહસ્ત્રલિંગ તળાવનાં !
દર્શન ના ભૂલતા રે સતી 'જસમા' માતા જી.
સરસ્વતી જળથી ન્હાજો રે સાજણજ જી !
રસ્તે માં'કાલીનાં દર્શન કરજો રે સાજણ જી !
ત્રીકમ બારોટ વાવ,કિલાચંદ દરવાજે હરસિધ્ધિજી !
'સિદ્ધરાજ'-'વનરાજ' ના ભૂલતા રે સાજણ જી !
પાશ્વર્નાથ ભગવાન નદી પાળે પશુનાથ જી !
સિંધવાઇ વાવે પાણી પીજો રે સાજણ જી !
હરિહર મહાદેવ હોય ભલે પદમનાથ ભગવાનજી !
પેલા સિદ્ધિ સરોવરે ઝિલણાં કરજો રે સાજણ જી.
પટોળાં વ્હોરી મોંઘાં પોળો માં ફરજો ને ઘૂમજો..
રેલવે-બસ ડેપોમાં દેવડાં ખાજો રે સાજણ જી..
તમેં એકવાર પાટણ આવજો રે સાજણ જી.....
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111792674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now