સવાર થઈ ગઈ
નિદ્રા માં તમારા શમણાં પરોવતો રહ્યો ને સવાર થઈ ગઈ
મારી ઈચ્છાઓના એક પછી એક સેતુ રચતો રહ્યો ને સવાર થઈ ગઈ
જરૂર હતી એ પળો ને મન ભરી ને માણી લેવાની
હર પળ તમારી સાથ વિતાવવા ના માર્ગ શોધતો રહ્યો ને સવાર થઈ ગઈ
બંને ને ખબર હતી કે આપણી વચ્ચે ની આ છેલ્લી રાત છે
કોણ જાણે ભાગ્ય માં આજ પછી બીજી મુલાકાત છે
જીવી લેવાની હતી એ ક્ષણો ને જાણે કે જીવનની છેલ્લી હોય
હું નિશા આખીયે વિલાપ માં વેડફતો રહ્યો ને સવાર થઈ ગઈ
તરસ હતી લાગેલી મનમાં પણ તમને કહી શક્યો નહિ
અને તૃષા ને સહન કરીને ચૂપ પણ રહી શક્યો નહિ
આખોયે દરિયાવ હતો મારી સમક્ષ પ્રેમ નો
હું ઘૂંટડા અશ્રુઓ ના ભરતો રહ્યો ને સવાર થઈ ગઈ
- KeYuR