જ્યારે જ્યારે પડે મને જરૂર તારી ઓ ખુદા, હાથ પકડજે મારો
જ્યારે જ્યારે હું માર્ગથી ભટકું ત્યારે આંગળી ચીંધીજે, બનજે સહારો મારો
અવગુણ છે મુજમાં અસંખ્ય, દેખી ના શકું તો દૂર કરજે ભ્રમ મારો
ઘુંચવાઈ જાવું છું, નજર થાય કમજોર ત્યારે ત્યારે, બનજે માર્ગદર્શક મારો
ડગમગી જાય જો શ્રદ્ધા ક્યારે, તો પળભરમાં પાછો જગાડજે વિશ્વાસ મારો
આખો વખત માંગ્યા કારવાની આં કુટેવ પડી ગઈ છે મુઝને, આપવાનો સદગુણ કેળવજે મારો
Armin Dutia Motashaw