જૂની ડાયરી હાથ માં આવી જતાં,
મળી આવેલી યાદનું એક સંભારણું..
તું આવને એકવાર..
નથી નારાઝ કે ગુસ્સે હું તારાથી,
કોઈ ફરિયાદ પણ નથી તારાથી,
નહીં પૂછું તને તારા જવાનું કારણ
તું આવ ને એકવાર..
બેસવું છે
તારી સાથે
વિશાળ અંબર ના
છત્ર નીચે,
આ ઘૂઘવતા દરિયાની
ઉછળતી લહેરો ની સાક્ષી એ
નહિ કહું બોલવાનું તને
કંઈ પણ બોલ્યા વિના
ઘણું બધું કહેવુ છે...
👉 ૨૭/૦૬/૨૦૨૧
✍️ Pihu boricha