એ પુરુષ, તું જરા ભાન રાખજે,
છે એ સ્ત્રી જરા એનુ માન રાખજે,
છે ભલે એ નાજુક નમણી,
પણ તોય છે તેજ કટારી કમણી,
અરે, તું ભુલ્યો કેમ તુજ આંગણે પણ છે એક નાર,
સુંદર નયન નક્ષ, જુવાન ભરાવદાર,
જો છે એ તુંજ આંગણ કેરી તુલસી ક્યાર,
તો, બીજી કેમ લાગે તને આઈટમ માલ???
સંસ્કારનાં બીજ તારા આમ જાહેર નાં કર,
આબરૂ ઢાંકવાને બદલે આમ કહેર નાં કર,
તારા માટલાની શોભા વધારતો શુદ્ધ સોનું,
બીજાના માટલાને માટી કહી તું તોડ્યા નાં કર,
એ પુરુષ, હવે ભલે નહિ આવે કોઈ રામ એને બચાવવા,
પણ તું રાવણ બની એને મરોડ્યા નાં કર,
આ આજની નારી છે, નથી કોઈ અબળા,
જો બનશે તું હૈવાન, તો તોડશે તારા જબડા,
આમ આંખો ફાડીને એને તડયા નાં કર,
એમા વસે છે શિવ નેત્ર ત્રીજું, તું એને છંછેડ્યા નાં કર,
એક દિવસ પૂરતું, શું માન આપે છે,
એ તો છે સ્વયં જગદંબા, તું મહિષ બન્યા નાં કર,
રણચંડી બનતા એને વાર નહિ લાગે,
તું સમ્માન એનુ હણ્યા નાં કર,
એ પુરુષ, જરા હવે ભાન રાખજે,
આ પુજનીય દૈવીનું તું જરા માન રાખજે.
B+ve