જો ભરોસો ના હોય ખુદનો..
વાતનો પડદો પડે, જો ભરેલો ના હોય ખુદનો
મૌન વાદળ થઇ રડે, જો ભરોસો ના હોય ખુદનો
સ્નેહના નામે મજાનું ઘર બનાવો લાગણીથી,
બારણા બે બાખડે, જો ભરોસો ના હોય ખુદનો
પ્રશ્ન માનો હજારો ઊભા થવાના જિંદગીમાં,
પણ જવાબો ના જડે, જો ભરોસો ના હોય ખુદનો
સત્ય મનથી બોલવાનુ તો વિચારું હું દિવસભર,
બોલતાં ના આવડે, જો ભરોસો ના હોય ખુદનો
ચાલતા અટકી ગયો ‘રશ્મિ’અચાનક કેમ આજે,
પગ અંદર બે આથડે, જો ભરોસો ના હોય ખુદનો
....રશ્મિ શાહ
🙏