આજ ફરી એકવાર અતીતમાં ડોકીયું કરી જોયું,
જૂની યાદોના સફરમાં એકવાર ડગલું ભરી જોયું....
સારો હોય કે ખરાબ હોય અતીત હંમેશાં યાદ રહી જાય,
તકલીફભર્યા સમયમાં પણ સુખનો સરનામું શોધી જોયું....
મહેનત અને પરસેવાની કમાણી કયારેય વ્યર્થ નહીં જાય,
જે મળ્યું એને પોતાનું નસીબ સમજીને થોડું હસી જોયું....
જિંદગીએ ઘણું આપ્યુંને ઘણું બધું છીનવી પણ લીધું,
બેરંગ જીવનમાં એક ખુશીનો રંગ ભેરવી જોયું.....
બધું છૂટી જાય છે પણ ફકત યાદો જ હંમેશાં સાથે રહી જાય,
એકાંતમાં રડીને થોડું પોતાનું મન હળવું કરી જોયું....
સફળતા મળશે કે નહીં એની ચિંતા કર્યા વિના કોશિશ ચાલુ રાખી,
કિસ્મતનો બંધ દરવાજાનું તાળું એકવાર ખોલી જોયું....
-Bhargav Jagad